ચોળાના કબાબ
  • 82 Views

ચોળાના કબાબ

Ingredients - સામગ્રી

  • કબાબ માટે –
  • 50 ગ્રામ પૌંઆ
  • 250 ગ્રામ સફેદ ચોળા
  • 500 ગ્રામ બટાકા
  • 4 સ્લાઈસ બ્રેડ
  • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 6 કળી લસણ
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 લીંબુ
  • 1 ઝૂડી લીલા ધાણા (નાની)
  • મીઠું, ખાંડ, તેલ - પ્રમાણસર
  • આમટી માટે
  • 250 ગ્રામ સિંગદાણા
  • 150 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 3 લીલાં મરચાં, કટકો આદું
  • 6 કળી લસણ આ
  • 3 ટેબલસ્પૂન આબલીનો જાડો રસ
  • 3 ટેબલસ્પૂન ખાંડ
  • 1 નાની ઝૂડી લીલા ધાણા
  • 7 કાજુ, 15 દ્રાક્ષ, 2 કેપ્સીકમ
  • મીઠું, મરચું, ઘી, જીરું, તજ, લવિંગ, એલચી

Method - રીત

પૌંઆને શેકી, ખાંડવા. તેને ચાળી, કરકરો ભૂકો બનાવવો. સફેદ મોટા ચોળાને રાત્રે પાણીમાં પલાળી, સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું, 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી તેને વરાળથી બાફી, મસળી, અધકચરા કરવા. બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. બન્ને ભેગા કરવા. બ્રેડની કડક કિનાર કાઢી, પાણીમાં પલાળી, નિચોવી, મસળી ચોળા-બટાકાના માવામાં નાંખવી. પછી મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાં આદું-મરચાં, વાટેલું લસણ, કોપરાનું ખમણ અને લીંબુનો રસ નાંખી, બરાબર હલાવી, તેમાંથી ગોળા વાળી, ચપટા કરવા. પછી પૌંઆના ભૂકામાં રગદોળી, તેલમાં તળી લેવા

સિંગદાણાને બાફી, છોડાં કાઢવાં. તેમાં નાળિયેરનું ખમણ, લીલાં મરચાં, આદું અને લસણ નાંખી વાટવું.

એક તપેલીમાં ઘી મૂકી જીરું, તજ-લવિંગ અને અેલચીનો અધકચરો ભૂકો નાંખી વઘાર કરી વાટેલા સિંગદાણા નાંખવા. તેમાં મીઠું, દ્રાક્ષ અને 1 કપ પાણી નાંખવું. પછી આબલીનો રસ અને ખંડ નાંખી ઊકળે અને ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.

એક બાઉલમાં ગરમ સિંગદાણાની આમટી મૂકી, તેમાં ચોળાના કબાબ મૂકવા. ઉપર ઘીમાં તળેલા કાજુના કટકા, લીલા ધાણા અને કેપ્સીકમની બારીક કતરી નાંખી, થોડા લાલ મરચાંની ભૂકી છાંટવી.આ