કોકોનટ પેટીસ વડાં
 • 97 Views

કોકોનટ પેટીસ વડાં

Ingredients - સામગ્રી

 • ફિલિંગ માટે -
 • 250 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 4 લીલાં મરચાં, કટકો આદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 5 કાજુ, 10 લાલ દ્રાક્ષ
 • 1/2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
 • મીઠું – પ્રમાણસર
 • પેટીસ માટે –
 • 500 ગ્રામ બટાકા
 • મીઠું, તેલ, ચપટી હિંગ
 • ઉપરના પડ માટે –
 • 100 ગ્રામ ચણાની દાળ
 • મીઠું, મરચું, હળદર, તેલ
 • સજાવટ માટે –
 • 250 ગ્રામ દહીં (પાણી કાઢેલું)
 • 100 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 5 ટેબલસ્પૂન લીલી ચટણી

Method - રીત

નાળિયેરના ખમણાં મીઠું, દળેલી ખાંડ, વાટેલા આદું-મરચાં, લીલા ધાણા, લાલ દ્રાક્ષ, કાજુની કટકી અને લીંબુનો રસ નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.

બટાકાને બાફી, છોલી માવો બનાવવો. તેમાં મીઠું નાખી 1 ચમચી તેલમાં હિંગ નાંખી બટાકાનો માવો સાધારણ સાંતળી ઉતારી લેવો.

ચણાની દાળને 7-8 કલાક પાણીમાં પલાળી રાખવી. પછી મિક્સમાં ઝીણી વાટવી. તેમાં મીઠું, થોડીક હળદર અને મરચું નાંખી ફીણી, પાણી નાંખી પાતળું ખીરું બનાવવું.

બટાકાની કણકમાંથી લૂઓ લઈ, વાડકી આકાર બનાવી, તેમાં તૈયાર કરેલું પૂરણ ભરી, પેટીસ વાળી દાબી, ચણાની દાળના ખીરામાં બોળી, તેલમાં બદામી રંગના તળી લેવા.

એક બાઉલમાં 2 વડાં કાપીને મૂકવાં. તેના ઉપર થોડી સેવ ભભરાવવી. ઉપર 1 ચમચી લીલી ચટણી અને 1 ચમચી દહીં નાંખી પીરસવું.