એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘર કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે લીલા વટાણા નાંખી સાંતળવા. પછી તેમાં ફ્લાવરના ફૂલના કટકા, છોલેલા બટાકાના કટકા અને ચોખાને ધોઈને સાધારણ સાંતળી, પ્રમાણસર પાણી નાંખવું.
કેપ્સિકમના બે ઇંચના ટુકડા સમારો. બટાકાંનાં પાતળાં પતીકાં કરો. ફણસી અને બાફેલા ગાજરના બે ઇંચ લાંબા ટુકડા સમારો. એ જ રીતે પનીરના પણ બે ઇંચ લંબાઇના ટુકડા કરો. બધાં શાકને અધકચરા બાફી લો.
ચોખા અને ત્રણે દાળને પાણીમાં પલાળી રાખવી. પલળે એટલે પાણી કાઢી મિક્ચરમાં બધું વાટી લેવું. તેમાં દહીં અને ગોળનો ભૂકો નાંખી, ખીરું બનાવી, 6-7 કલાક અાથી રાખવું. પછી તેમાં બટાકાનું છીણ,