બદામને ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી તેની છાલ કાઢવી. પાંચજ બદામ બાજુએ રાખી, બીજી બદામ મિક્સરમાં વાટી, પેસ્ટ બનાવવી. બટાકાને બાફી, છીણવા. એક વાસણમાં ગરમ કરી, બટાકાની છીણ નાંખવી, તેમાં વ્હાઈટ સ્ટોક નાખવો. ઉકળે એટલે કોર્નફ્લોરને દૂધમાં મેળવી નાખવો. બાકી રહેલા દૂધમાં બદામની પેસ્ટ મિક્સ કરી નાખવું. દૂધ ઉકળે એટલે ખાંડ અને એલચીનો ભૂકો નાખી ઉતારી મીઠું ્ને મરીનો ભૂકો નાખવો. અાપતી વખતે સૂપમાં ક્રીમ નાખી, સાધારણ ગરમ કરી, છોલેલી બદામની કતરી નાખવી