આલુ કલમા
 • 826 Views

આલુ કલમા

Ingredients - સામગ્રી

 • બટાકા માટે –
 • 500 ગ્રામ પાકાં ટામેટાં
 • 500 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 1 ડુંગળી, 1 લીંબુ
 • 5 લીલાં મરચાં, કટકો આદું
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ, હિંગ
 • સૂકો મસાલો – 3 લવિંગ, 4 કટકા તજ, 5 દાણા મરી, 4 એલચી, 4 કટકા તમાલપત્રને થોડા તેલમાં શેકી, ખાંડી મસાલો બનાવવો.
 • વાટવાનો મસાલો – 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 25 ગ્રામ સિંગદાણા, 5 લીલાં મરચાં, કટકો અાદું, 5 કળી લસણ, 1/2 ઝૂડી લીલા ધાણા બધું ભેગું કરી, મસાલો વાટવો.

Method - રીત

ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ તૈયાર કરવો. બટાકાને છોલી, તેના અાડા બે કટકા કરવા. તેને ચપ્પુથી કોરી, બધો ગલ કાઢી લેવો. વટાણાને વાટવા. બટાકાનો જે માવો નીકળ્યો હોય તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, હિંગ નાંખી ડુંગળી સમારીને નાંખવી. બદામી રંગ થાય એટલે તેમાં વટાણા-બટાકાનો માવો સાંતળવો. પછી મીઠું, વાટેલાં અાદું-મરચાં અને ખાંડ નાંખી, હલાવી, ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા. બટાકાના પોલાણમાં મસાલો ભરી, બે પડ ભેગાં કરી, સળીથી બન્ને ભાગ બરાબર જોડી દેવા. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે બટાકા મૂકવા. ધીમા તાપે મૂકી બદામી થાય એટલે ઉતારી લેવા.

એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં ટામેટાંનો સૂપ, મીઠું, હળદર અને ખાંડ નાંખી, ઉકળે એટલે બટાકા મૂકવા. ઘટ્ટ થાય એટલે વધેલો મસાલો નાંખી ઉતારી કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.