અમેરિકન ફ્રુટ સલાડ
 • 691 Views

અમેરિકન ફ્રુટ સલાડ

Ingredients - સામગ્રી

 • 3 કપ કોબીજ બારીક કાપેલી
 • 1 કપ કાકડી બારીક કાપેલી
 • 1 કપ પાઈનેપલના કટકા
 • 1 કપ સફરજનના કટકા
 • 100 ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની)
 • 1/2 કપ મેયોનીઝ
 • મીઠું, રીનો ભૂકો, ખાંડ
 • સજાવટ માટે –
 • 4 પાઈનેપલની સ્લાઈસ
 • લીલી દ્રાક્ષ, ચેરી, સલાડનાં પાન,
 • સફરજનની ચીરીઓ

Method - રીત

કોબીજ, કાકડી, પાઈનેપલના કટકા, સફરજનના કટકા, લીલી દ્રાક્ષ, મીઠું, ખાંડ અને મેયોનીઝ નાંખી, હલાવી, લંબગોળ સલાડ પ્લેટમાં સલાડનાં પાન ગોઠવી, તેમાં સલાડ ભરી, ઉપર પાઈનેપલની સ્લાઈસ, સફરજનની ચીરીઓ, લીલી દ્રાક્ષ અને ચેરીથી સજાવટ કરી, રેફ્રિજરેટરમાં મૂકી, ખૂબ ઠંડું કરી પીરસવું.