આંબળાનો જામ
  • 732 Views

આંબળાનો જામ

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ આંબળા
  • 350 ગ્રામ ખાંડ
  • 2 ચમચી એલચી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર

Method - રીત

- સૌપ્રથમ આંબળાને બાફી લેવા. ત્યાર બાદ તેના ઠિળયા કાઢી આંબળાને ક્રશ કરી લો.
- ક્રશ કરેલા આંબળાને એક તપેલીમાં કાઢી તેમાં ખાંડ ઉમેરી ગેસ પર ધીમા તાપે બરાબર હલાવો.
- જ્યાં સુધી બધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતાં રહો.
- પછી તેમાં એલચી પાઉડર અને મીઠું ઉમેરી હલાવો. થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
- ઠંડુ થયા પછી એક બોટલમાં ભરી લો. આંબળાના જામને બ્રેડ સાથે પરોઠા સાથે સર્વ કરો.

નોંધ: આંબળાને બાફતી વખતે ધ્યાન રહે કે તેમાં બિલકુલ પાણી ન હોય.