આબળાનું અથાણું
  • 859 Views

આબળાનું અથાણું

Ingredients - સામગ્રી

  • 1 કિલો આબળા (મોટાં0
  • 200 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ આદું
  • 100 ગ્રામ શેકેલી મેથીનો કરકરો ભૂકો
  • 100 ગ્રામ મરચું
  • 100 ગ્રામ મીઠું
  • 100 ગ્રામ રાઈનો પાઉડર
  • 2 ટેબલસ્પૂન લીંબુનો રસ
  • હળદર, રાઈ, હિંગ, તેલ પ્રમાણસર

Method - રીત

એક વાસણમાં પાણી નાંખી, ઉકળે એટલે આબળાં અને થોડું મીઠું નાંખવું. પાંચ મિનિટ રાખી, ઉતારી લેવું. જેથી આબળાં કડક રહે. આબળાં ઠંડા પડે એટલેકટકા કરી, કોરાં કરવા. તેમાં લીંબનો રસ નાંખી 1 કલાક આથી રાખવાં.

મેથીનો કરકરો ભૂકો, મીઠું, મરચું, રાઈનો પાઉડર અને હળદર નાંખી, મસાલો તૈયાર કરવો. એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ નાંખી, અાદુંને છોલી કટકી કરી નાંખવી. બરાબર સંતળાય એટલે ઉતારી, વધારો ઠંડો પડે એટલે મસાલો વઘારવો.

થાળીમાં આબળાના કટકાલઈ તેમાં તેલ નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.