આબળાનું રાઈનું અથાણું
  • 472 Views

આબળાનું રાઈનું અથાણું

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ આબળાં
  • 50 ગ્રામ રાઈનો પાઉડર
  • મીઠું, હળદર, ગોળ, તેલ
  • રાઈ, હિંગ, મેથી - પ્રમાણસર

Method - રીત

આબલાંને કૂકરમાં (પાણી વગર) બાફવાં, પછી ઠંડાં પડે એટલેતેના અાંકા પ્રમાણે ચીરીઓ કરવી. રાઈના પાઉડરને પાણીમાં સારો ફીણવો. ચઢે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ નાંખી સારી રીતે ફીણી તેમાં આબળાંના કટકા રગદોળવા. તેલમાં રાઈ, હિગ અને મેથી (ભાવે તો) નાંખી વઘાર કરવો. ઠંડો પડે એટલે આબળાંમાં રેડી દેવો.