આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો
  • 690 Views

આંબળા વિથ ડ્રાયફ્રૂટ મુરબ્બો

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ બાફેલા આંબળા
  • 500 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ કાજુના ટુકડા
  • 1/2 કપ પાણી
  • 1 ટીસ્પૂન એલચી પાઉડર

Method - રીત

- સૌપ્રથમ આંબળાને બાફી લો. તેમાંથી ઠળિયા કાઢી પેશી છુટી પાડો.
- એક પેનમાં ખાંડ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી બે તારી ચાસણી બનાવો.
- ચાસણી બની ગયા પછી આંબળાની પેશી નાખી ફરી 10 મિનીટ ઉકળવા દો.
- પછી નીચે ઉતારી લો. મુરબ્બો ઠંડો થયા બાદ તેમાં કાજુના ટુકડા અને એલચી પાઉડર ઉમેરો.
- આંબળા વિથ ડ્રાયફ્રુટ મુરબ્બો તૈયાર છે.