અનુપમ
 • 211 Views

અનુપમ

Ingredients - સામગ્રી

 • 1 કિલો બટાકા
 • 7 લીલાં મરચાં, કટકો અાદું
 • 6 કળી લસણ, 1 લીંબુ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 200 ગ્રામ ચણાનો લોટ
 • 250 ગ્રામ ગાજર
 • 250 ગ્રામ ફ્લાવરનાં ઉપરનાં ફૂલ
 • 500 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ખજૂર
 • 50 ગ્રામ અાંબલી
 • 25 ગ્રામ લીલું લસણ
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 50 ગ્રામ સિંગદાણા
 • 500 ગ્રામ દહીં
 • મીઠું, મરચું, તેલ, ખાંડ, ધાણાજીરું, લવિંગ,
 • વરિયાળી, હિંગ, સોડા, મરીનો ભૂકો

Method - રીત

અા વાનગીના ત્રણ ભાગ કરવા – (1) બટાકાવડાં (2) બાજુએ મૂકવાનાં શક (3) ત્રણ જાતની ચટણી.

બટાકાવડાં – બટાકાને બાફી, છોલી, મસળીને માવો બનાવવો. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં અને ખાંડ નાંખવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી બટાકાનો માવો સાધારણ શેકી લેવો, જેથી ફરસાં બટાકાવડાં થશે. પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી મોટાં વડાં બનાવવા.

એક થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને સોડાં નાંખી, પાણીથી ખીરું બાંધવું. તેને હાથથી ખૂબ ફીણવું. ખીરું સાધારણ જાડું રાખવું. તેમાં બટાકાવડાં બોળી, તેલમાં તળી લેવા.

બાજુએ મૂકવાનું શાક – ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, તેના કટકા કરવા. ફ્લાવરનાં નાનાં ફૂલ છૂંટા કરવા અને વટાણા બધું વરાળથી બાફી લેવું. થોડા તેલમાં હિંગનો વઘાર કરી, શાક વઘારવું. થોડું મીઠું, મરીનો ભૂકો અને ધાણાજીરું રાખવાં.
ચટણી – ખજૂરના ઠળિયા કાઢી અને અાંબલી ગરમ પાણીમાં પલાળી રાખવાં. પછી વાટી, રસ ગાળી લેવો. 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 4 ચમતી લવિંગ, 8 દાણા મરી, 2 એલચી અને 2 ચમચા ચણાના દાળિયા નાંખી, ખાંડી, ચાળી મસાલો કરી, ખજૂર-અાંબલીના રસમાં મેળવી દેવો. તેમાં મીઠું નાંખવું.

લીલી ચટણી – અાદું-મરચાં, લીલા ધાણા, લીલું લસણ, નાળિયેરનું ખમણ, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટી ચટણી કરવી.

લસણની ચટણી – લસણની કળી, લાલ મરચું, સિંગદાણા, મીઠું અને થોડો ગોળ નાંખી, તેની ચટણી વાટવી. થોડું પાણી નાંખી રસાદાર બનાવવી.
દહીને કપડામાં બાંધી, બધું પાણી કાઢી, મસ્કો બનાવવો. તેમાં ખાંડ, મીઠું અને જીરુંનો ભૂકો નાંખી, હલાવી તૈયાર કરવું.

ગોઠવણી – એક ડિશમાં બટાકાવડાંને ચાર કાપા કરી મૂકવાં. તેના ઉપર એક ચમચી દહીં નાંખવું. દહીં ઉપર એક નાની ચમચી લસણની લાલ ચટણી નાંખવી. બટાકાવડાંની અાજુબાજુ શાક મૂકી, ઉપર થોડું નાળિયેરનું ખમણ ભભરાવી, ખજૂર-અાંબલીની ચટણી રેડવી. ઉપર 1 ચમચી લીલી ચટણી ફરતી બધા ઉપર છાંટવી.