એપલ સલાડ
 • 478 Views

એપલ સલાડ

Ingredients - સામગ્રી

 • 5 મોટાં સફરજન
 • 1 લીંબુ, 1 કાકડી
 • 1 નાનું પાઈનેપલ
 • 200 ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની)
 • 1 કપ અખરોટના કટકા
 • 1 કપ મેયોનીઝ
 • 1 કપ ક્રીમ
 • 1 કેપ્સીકમ
 • મીઠું, ખાંડ, સલાડનાં પાન, મરીનો ાઉડર
 • લીલાં મરચાના કટકા, ચેરી

Method - રીત

સફરજનની છાલ કાઢી, બારીક કટકા કરી, લીંબુનો રસ છાંટવો. પાઈનેપલના નાના કટકા કરવા. થોડી પાઈનેપલની સ્લાઈસ અને થોડી સફરજનની ચીરી સજાવવા માટે જુદી રાખવી. કાકડીનાં ગોળ પતીકાં કરવાં. ત્યારબાદ સફરજનના કટકા, પાઈનેપલના કટકા, અડધા ભાગની દ્રાક્ષ, થોડા અખરોટના કટકા, થોડા લીલા મરચાંના કટકા, મીઠું, ખાંડ, મરીનો પાઉડર, મેયોનીઝ અને ક્રીમ નાંખી, હલાવી, સલાડ તૈયાર કરવું. એક ડિશમાં સલાડનાં પાન મૂકી, સલાડ ભરી, ઉપર પાઈનેપલ સ્લાઈસ, કેપ્સીકમની રિંગ, લીલી દ્રાક્ષ, કાકડીનાં પતીકાં અને અખરોટના કટકાથી સજાવટ કરવી. અાજુબાજુ સફરજનની ચીરીઓ ગોઠવવી. દરેક પાઈનેપલ સ્લાઈસ ઉપર એક ચેરી મૂકવી. પછી ફ્રિજમાં સલાડ ઠંડું કરી પીરસવું.