સફરજનનું શાક
 • 663 Views

સફરજનનું શાક

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ લાલ સફરજન
 • 2 ડુંગળી, 2 કેપ્સીકમ
 • 2 લીલા મરચાં, કટકો આદું
 • 1/4 ઝૂડી લીલા ધાણા
 • 1 ક્યુબ ચીઝ
 • 1 1/2 કપ નાળિયેરનું દૂધ
 • 1/2 કપ ફ્રેશ ક્રીમ
 • 1 ટેબલસ્પન કોર્નફ્લોર
 • 1 ટેબલસ્પૂન માખણ
 • મીઠું, મરચું, હળદર, ખાંડ - પ્રમાણસર

Method - રીત

સફરજનની છાલ કાઢી, ચોરસ કટકા કરી, મીઠાના પાણીમાં રાખવા. નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરવો.

એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાખવું. પછી તેમાં કેપ્સીકમની પાતળી ચીરી, અને ખમણેલું ચીઝ નાંખવું. પછી નાળિયેરનું દૂધ, મીઠું, મરચું, હળદર, ખાંડ અને વાટેલા આદું-મરચાં નાંખી હલાવવું, ઉકળે એટલે સફરજનના કટકા નાંખી પાંચ મિનિટ ઉકાળવુહં. બરાબર મિસ્ક થાય એટલે ઉતારી ક્રીમ અને લીલા ધાણા નાંખી આપવું.