બેક્ડ મસાલા ઉપમા
 • 516 Views

બેક્ડ મસાલા ઉપમા

Ingredients - સામગ્રી

 • ઉપમા માટે –
 • 2 કપ રવો
 • 4 કપ છાશ (પાતળી)
 • 2 લીલાં મરચાં
 • 1 ડુંગળી
 • 1 ટીસ્પૂન અડદની દાળ
 • મીઠું, તેલ, રાઈ, લીમડાનાં પાન, થોડા કાજુના કટકા
 • લીલી ચટણી –
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 2 લીલાં મરચાં
 • 2 કટકા અાદું
 • 7 લસણની કળી
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • મીઠું – પ્રમાણસર
 • પૂરણ માટે –
 • 100 ગ્રામ લીલા વટાણા, 2 ટેબલસ્પૂન સૂકાં કોપરાનું ખમણ,
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, તેલ, થોડી હિંગ, ચપટી ખાંડ

Method - રીત

રવાને ધીમા તાપે બદામી રંગનો શેકવો. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાનાં પાનનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બ્રાઉન કલર થાય એટલે છાશ નાંખવી. ઉકળે એટલે રવો, મીઠું અને લીલાં મરચાનાં બારીક કટકા નાંખવા. તાપ ધીમો રાખવો. રવો બફાય એટલે કાજુના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું.

વટાણાને બાફવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી, વટાણા વઘારવા. તેમાં મીઠું, ચપટી ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને કોપરાનું ખમણ નાંખી, ઉતારી, લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

ઓવન ટ્રેને તેલ લગાડી, પહેલાં અડધા ભાગની ઉપમા નાંખી તેના ઉપર ચટણીનો થર કરવો. તેના ઉપર વટાણાનું લેયર કરવું. ફરી બાકી રહેલી ઉપમા પાથરી દેવી. ગરમ કરેલા ઓવનમાં બેક કરી લેવું. લીલી ચટણી સાથે પીરસવી.