બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
 • 528 Views

બેક્ડ સ્પાઈસી ટોસ્ટ

Ingredients - સામગ્રી

 • 1 પેકેટ સેન્ડવિચ બ્રેડ
 • 250 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 3 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન તલ
 • ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
 • મીઠું, માખણ - પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી, છોલી માવો બનાવવો. લીલા વટાણાને મિક્સરમાં વાટી ભૂકો કરવો. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો વાટેલાં અાદું-મરચાં, કાજુનો ભૂકો, નાળિયેરનું ખમણ, તલ,લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા નાંખવા.

બ્રેડની સ્લાઈસની ચારે બાજુની કિનાર કાપી, તેના ઉપર માખણ લગાડવું. પછી તૈયાર કરેલો મસાલો મૂકી, સ્લાઈસના બન્ને છેડા પાણી લગાડી ચોંટાડી દેવા. બીજા બે છેડા એમ ને એમ રાખવા. પછી તેના ઉપર છરીથી માખણ લગાડી, ગરમ ઓવનમાં 3500 ફે. ઉષ્ણતામાને કાઢી, ટોમેટો સોસ સાથે પીરસવા.