કેળાંનાં ખલવાં
  • 458 Views

કેળાંનાં ખલવાં

Method - રીત

કેળાની છાલ કાઢી, ત્રણ ઈંચના કટકા કરી, રવૈયાં જેમ કાપવાં. કોપરાનું ખમણ, લીલા ધાણા, વાટેલાં આદું-મરચાં, તલ, મીઠું બધું ભેગું કરી, મસાલો બનાવી કેળામાં ભરવો.

ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું અને થોડો સોડા નાંખી સાધારણ જાડું ખીરું બનાવી ભરેલાં કેળાહ તેમાં બોળી તળી લેવા.