બોરની રાયતી
  • 439 Views

બોરની રાયતી

Ingredients - સામગ્રી

  • 1 કિલો બોર
  • 100 ગ્રામ ખાંડેલી રાઈ
  • મીઠું, હળદર, તેલ, ખારેક
  • વરિયાળી, મરી, ગોળ, લીંબુનો રસ

Method - રીત

બોરને લીંબુના રસમાં મીઠું નાંખી, એ દિવસ આથી રાખવાં. ખાટાં બોર હોય તો એકલા મીઠામાં આથવા. બીજે દિવસે બી કાઢી અડધિયાં કરી, તડકામાં સૂકવવાં. વધારે સુકાઈ જાય નહિં તેની કાળજી રાખવી. રાઈને પાણીમાં ફીણી, સરસ ચઢે એટલે તેમાં મીઠું હળદર, થોડો કાતરેલો ગોળ અને તેલ નાંખી ફીણવું પછી તેમાં બોર રગદોળવાં. ખારેકને લીંબુના રસમાં મીઠું નાંખી આથી રાખવી. પછી તેમાંથી બી કાઢી, કટકા કરી, નાંખવી. અાખાં મરી અને છડેલી વરિયાળી નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું. સરસિયાંનું તેલ ભાવતું હોય તો તેનો ઉપયોગ થઈ શકે.