ભાખરવડી (કઠોળની)
  • 233 Views

ભાખરવડી (કઠોળની)

Ingredients - સામગ્રી

  • સ્ટફિંગ માટે –
  • 100 ગ્રામ ફણગાવેલા મગ
  • 100 ગ્રામ ફણગાવેલા મઠ
  • 100 ગ્રામ ફણગાવેલા ચોળા
  • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 3 લીલા મરચાં, કટકો અાદું
  • 1 નાની ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • મીઠું, ખાંડ – પ્રમાણસર
  • મસાલો –
  • ૨૫ ગ્રામ કોપરાનું ખમણ
  • 1 ટેબલસ્પૂન ખસખસ, 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો,
  • 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન જીરું
  • 3 લવિંગ, કટકો તજ, 10 દાણા મરી,
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 5 કળી લસણ, મીઠું, લાલ મરચું, ખાંડ
  • બધું નાંખી વાટી તેમાં લીંબુનો રસ નાંખવો.
  • મસાલો ભીનો થાય તેટલું દૂધ નાંખવું.
  • પડ માટે –
  • 300 ગ્રામ ચણાનો લોટ
  • 100 ગ્રામ ઘઉંનો લોટ
  • મીઠું, થોડીક જ હળદર, તેલ

Method - રીત

મગ, મઠ અને ચોળાને અધકચરા કરી તેમાં મીઠું, ખાંડ, કોપરાનું ખમણ, તલ, છોલેલા સિંગદાણાનો ભૂકો, તજ-લવિંગ-મરીનો ભૂકો, વાટેલાં આદું-મરચાં, લીંબુનો રસ અને લીલા ધાણા બધું મિક્સ કરી પૂરણ તૈયાર કરવું.

ચણાનો લોટમાં ઘઉનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી.

તેમાંથીપાતળો રોટલો વણી, તેના ઉપર તૈયાર કરેલો મસાલો લગાડી, તેના ઉપર દાબીને પૂરણ પાથવું. પછી તેનો સખત રોલ વાળી જરા દબાવવો. પછી વરાળથી રોલ બાફી લેવો. બરાબર ઠંડો પડે એટલે તેના કટકા કરી તવા ઉપર વધારે તેલ મૂકી તળી લેવા. તળતી વખતે દબાવીને બન્ને બાજુ રતાશ પડતા તળવા. કોઈપણ દહીંની ચટણી સાથે પીરસવા.