બ્રેડ ચાટ
 • 331 Views

બ્રેડ ચાટ

Ingredients - સામગ્રી

 • 1 પેકેટ બ્રેડ (મોટી સાઈઝ)
 • 100 ગ્રામ લીલાં વટાણા
 • 100 ગ્રામ ફણગાવેલા મગ
 • 2 બટાકા, 2 કેપ્સીકમ, 1 ડુંગળી
 • 2 લીલાં મરચાં, 122 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન ચાટ મસાલો
 • 1 ટીસ્પૂન તલ, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, તેલ – પ્રમાણસર
 • ટોપિંગ માટે –
 • 250 ગ્રામ દહીંનો મસ્કો (મીઠું, ખાંડ નાંખીને)
 • 100 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • ખજૂર-અાંબલીની ચટણી
 • લસણની લીલી ચટણી

Method - રીત

બ્રેડની સ્લાઈસની બાજુની કિનાર કાઢી, વાડકીથી ગોળ કટકા કરી, તેલમાં તળી લેવા.

લીલા વટાણા અને મગને વરાળથી બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, ડુંગળીનું કચુંબર વઘારવું. પછી વટાણા, મગ કેપ્સીકમની કતરી, મીઠું, ખાંડ, વાટેલાં મરચાં, તલ અને ચાટ મસાલો નાંખી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

એક બાઉલમાં બ્રેડના બે કટકા મૂકી, ઉપર વટાણાનું મિશ્રણ પાથરવું. તેના ઉપર બટાકાને બાફી, છોલી, કટકી મૂકવી. ઉપર ખજૂર-આબલીની ચટણી રેડવી. પછી કોપરાનું ખમણ અને સેવ ભભરાવવી. તેના ઉપર એક ચમચી લીલી ચટણી છાંટી,1 ચમચી દહીં નાંખવું.