બ્રેડ ફ્રુટ્સ પુડિંગ
  • 375 Views

બ્રેડ ફ્રુટ્સ પુડિંગ

એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. કસ્ટર્ડ પાઉડરને થોડા દૂધમાં મિક્સ કરી નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી, ઠંડુ થાય એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાંખવુ.

Ingredients - સામગ્રી

  • 6 બ્રેડની મોટી સ્લાઈસ
  • 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • 1 લિટર દૂધ
  • 2 ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
  • સીઝન ફ્રુટ્સ – કેરી, સફરજન, ચીકુ, લીલી દ્રાક્ષ ગમે તે લેવાય.
  • સજાવટ માટે – 25 ગ્રામ માખણ, 50 ગ્રામ અાઈસિંગ શુગર, 12 ટીસ્પૂન ડ્રિકિંગ ચોકલેટ પાઉડર બધું ફીણી અાઈસિંગ તૈયાર કરવું. જરુર પડે થોડું પાણી નંખાય.

Method - રીત

એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. કસ્ટર્ડ પાઉડરને થોડા દૂધમાં મિક્સ કરી નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી, ઠંડુ થાય એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાંખવુ.

બ્રેડની સ્લાઈસના વાડકીથી કાપી ગોળ કટકા કરવા. તેને તૈયાર કરેલા કસ્ટર્ડમાં પલાળી, ઠંડા કરવા. એક ડિશમાં બ્રેડનો ઠરેલો એક કટકો મૂકવો. તેના ઉપર ફ્રુટ્સના કટકા મૂકવા. પછી તેના ઉપર બીજો બ્રેડનો કટકો મૂકી, અાઈસિંગ કરી સજાવટ કરવી.