બ્રેડનો હલવો
  • 714 Views

બ્રેડનો હલવો

બ્રેડની અાજુબાજુની લાલ કિનાર કાઢી, તેના કટકા કરવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તેમાં બ્રેડના કટકા અને દૂધ નાંખવું. પછી તેમાં ખાંડ નાંવી.

Ingredients - સામગ્રી

  • 2 કપ બ્રેડના કટકા
  • 2 કપ ખાંડ
  • 2 કપ દૂધ
  • 1 કપ માવો
  • 2 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  • 1 ટેબલસ્પૂન કોકો પાઉડર
  • 1 ટેબલસ્પૂન ઘી
  • 8 કાજૂ, વેનિલા એસેન્સ,
  • ચારોળી, અથવા ચાંદીના વરખ

Method - રીત

બ્રેડની અાજુબાજુની લાલ કિનાર કાઢી, તેના કટકા કરવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તેમાં બ્રેડના કટકા અને દૂધ નાંખવું. પછી તેમાં ખાંડ નાંવી. લોચા જેવું થાય એટલે તેમાં માવો, કોકો પાઉડર, ચોકલેટ પાઉડર અને કાજુના કટકા નાંખવા. બરાબર ઘટ્ટ થાય એટલે ઉતારી, વેનિલા એસેન્સ નાંખી, થાળીમાં ઘી લગાડી, હલવો ઠારે દેવો. ઉપર ચારોળી ભભરાવી અથવા ચાંદીના વરખ લગાડવા.