બ્રેડ રસ બોલ્સ
 • 361 Views

બ્રેડ રસ બોલ્સ

બ્રેડની ઉપર-નીચેની સ્લાઈસને ઉપયોગમાં લેવી નહિ. બ્રેડની અાજુબાજુની કિનાર કાઢી, દૂધમાં બોળી, દબાવી, દૂધ કાઢી નાંખવું.

Ingredients - સામગ્રી

 • પૂરણ માટે –
 • 100 ગ્રામ કોપરાનું ઝીણું ખમણ
 • 50 ગ્રામ ખાંડ દળેલી
 • 50 ગ્રામ માવો
 • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
 • માવાને સાધારણ શેકી, ઉતારી, તેમાં કોપરાનું ખમણ
 • દળેલી ખાંડ, કાજુનો ભૂકો અને એલચી નાંખી મસળી પૂરણ તૈયાર કરવું.
 • રબડી - 1 લિટર દૂધ
 • 3 ટેબલસ્પૂન ખાંડ
 • 2 ટેબલસ્પૂન માવો
 • કેસર અથવા યલો કલર
 • એક પેણીને ઘી લગાડી, દૂધ ઉકાળવું, જાડું થાય એટલે ખાંડ અને ગરમ દૂધમાં કેસર ઘૂંટીને નાંખવું. કેસરને બદલે યલો કલર અને કેસરનો એસેન્સ નાંખી શકાય. પછી તેમાં થોડો માવો મસળીને નાંખવો. બરાબર મિક્સ કરી રબડી ઉતારી, રેફ્રિજરેટરમાં મૂકી ઠંડી કરવી.
 • બોલ્સ માટે – 1 પેકેટ મોટી બ્રેડ, 1 કપ દૂધ, ઘી
 • સજાવટ માટે – 2 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો, 2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો

Method - રીત

બ્રેડની ઉપર-નીચેની સ્લાઈસને ઉપયોગમાં લેવી નહિ. બ્રેડની અાજુબાજુની કિનાર કાઢી, દૂધમાં બોળી, દબાવી, દૂધ કાઢી નાંખવું. પછી તૈયાર કરેલું પૂરણ ભરી, ગોળ બોલ્સ વાળવા. પછીથી ઘીમાં તળી લેવાં.

એક ડીશમાં તળેલા બોલ્સ ગોઠવી, તેના ઉપર રબડી રેડવી, બોલ્સ રબડી ચૂસી લેશે. ઉપર ચારોળી-કાજુનો ભૂકો નાંખી, બોલ્સ પીરસવા.