બ્રેડ રુમાલવડી
 • 409 Views

બ્રેડ રુમાલવડી

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 3 લીલાં મરચાં, કટકો આદુ
 • 1 લીંબુ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • 1 પેકેટ બ્રિટાનીયા બ્રેડ
 • 3 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • મીઠું, ખાંડ, માખણ અથવા તેલ, દૂધ
 • વાટવાનો મસાલો – 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 25 ગ્રામ લીલા ધાણા, 8 કળી લસણ, 4 લીલાં મરચાં, મીઠુ અને થોડી ખાંડ નાંખી, મસાલો વાટવો.

Method - રીત

બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. લીલા વટાણાને બાફી, હાથથી મસળી અધકચરા કરવા. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, મરચાંના કટકા, આદુંનું છીણ, લીંબુનો રસ અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ કોરા કરી નાંખવા.

બ્રેડની સલાઈસની લાલ કિનાર કાઢી, તેના ઉપર થોડું દૂધ છાંટી રાખવું. પછી ભીના રુમાલ ઉપર સ્લાઈસ મૂકવી. તેના ઉપર વાટેલો મસાલો પાથરવો. ઉપર બટાકા-લીલવાનું પૂરણ પાથરવું. પછી તેને ડબલ વાળી બન્ને કિનારે ચોંટાડી, દાબી, ઉપર માખણ અથવા તેલ લગાડી દેવું. બેકિંગ ડિશને માખણ અથવા તેલ લગાડી, રુમાલવડી ગોઠવી, ગરમ ઓવનમાં બેક કરવી અથવા તૈયાર કરેલી રુમાલવડીને પૌંઆના ભૂકામાં (પૌંઆને શેકી, ખાંડી, કરકરો ભૂકો) રગદોળી, તવા ઉપર તેલમાં તળી લેવી