બ્રેડ સમોસા
  • 203 Views

બ્રેડ સમોસા

Ingredients - સામગ્રી

  • 1 પેકેટ બ્રેડ (મોટી સાઈઝ)
  • 200 ગ્રામ બટાકા (બાફી, છોલી કટકા)
  • 200 ગ્રામ વટાણા (બાફેલા)
  • 2 ડુંગળી, 1 કેપ્સીકમ
  • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ટીસ્પૂન ગરમ મસાલ
  • 1 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન અાદુંની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • 200 ગ્રામ ચણાનો લોટ
  • મીઠું, હળદર, મરચું, ખાંડ, સોડા, તેલ, હિંગ, લીલી ચટણી

Method - રીત

એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાંખી ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે અાદું-મરચાં-લસણની પેસ્ટ નાંખવી. પછી બટાકા, વટાણા, કેપ્સીકમની કતરી, મીઠું, મરચું, ખાંડ, ગરમ મસાલો અને તેલ નાંખી મિક્સ કરી, ઉતારી લીંબુનો રસ, કોપરાનું ખમણ અને તેલ નાંખી મિક્સ કરી, ઉતારી લીંબુનો રસ કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.

ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, ચપટી સોડા અને થોડું ગરમ તેલનું મોણ નાંખી ખીરું બનાવવું.

બ્રેડની સ્લાઈસને અાડી કાપી બે ભાગ કરવા. તેના ઉપર લીલી ચટણી લગાડી, વચ્ચે પૂરણ મૂકી, ત્રિકોણ અાકારે કટકો વાળી દેવો. જેથી સમોસા જેવો શેપ થશે. અાબુબાજુ પાણી લગાડી કિનાર ચોંટાડી દેવી. પછી ચણાના લોટના ખીરામાં બોળી, સમોસા તેલમાં તળી લેવા. સાથે દહીંની ચટણી બનાવવી.