બ્રેડના વેજિટેબલ ઢોકળા
 • 138 Views

બ્રેડના વેજિટેબલ ઢોકળા

Ingredients - સામગ્રી

 • 1 પેકેટ મધ્યમ બ્રેડ, 100 ગ્રામ રવો
 • 100 ગ્રામ વટાણા (બાફેલા)
 • 100 ગ્રામ તુવેરના લીલવા (બાફેલા)
 • 2 કેપ્સીકમ, 3 લીલાં મરચાં, 2 કપ દહીં
 • 3 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન ખાંડ
 • 1/4 ટીસ્પૂન બેકિંડ સોડા
 • મીઠું, મરચું, તેલ, રાઈ, હિંગ
 • સજાવટ માટે –
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ (શેકેલા)
 • 1/2 ઝૂડી લીલા ધાણા

Method - રીત

બ્રેડની આજુબાજુની કિનાર કાઢી, તેના નાના કટકા કરવા. દહીંને વલોવી તેમાં બ્રેડના કટકા નાંખવા. તેમાં રવો, બાફેલા વટાણા, બાફેલા તુવેરના લીલવા, કેપ્સીકમની લાંબી ચીર, વાટેલાં આદું-મરચાં, મીઠું, ખાંડ, સોડા અને તેલનું મોણ નાંખી, થોડું સાધારણ ગરમ પાણી નાંખી, ખીરું બાંધવું. અડધો કલાક ખીરું ઢાંકીને રહેવા દેવું. થાળીમાં તેલ લગાડી, ખીરું ભરી, ઉપર થોડી મરચાંની ભૂકી છાંટી, વરાળથી ઢોકળા બનાવવાં. પછી ઉતારી ઉપર કોપરાનું ખમણ, તલ અને લીલા ધાણાથી સજાવટ કરવી. તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી ઉપર રેડવો. પછી કટકા કાપી લસણની લીલી ચટણી સાથે પીરસવાં.