શિંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો કરવો. તેમાં નાળિયેરનું ખમણ, લીલાં મરચાંના બારીક કટકા, કાજુના બારીક કટકા, લાલ દ્રાક્ષ, ચારોળી, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, પૂરણ તૈયાર કરવું.
સાબુદાણાને થોડા પાણીમાં પલાળી રાખવા, ફૂલે અને પોચા થાય એટલે બાજુ પર રાખવા.
બટાકાને બાફી, છોલી તેનો માવો બનાવવો. તેમાં મોરિયાનો લોટ, રાજગરાનો લોટ, મીઠું, વાટેલા આદું-મરચાં નાંખી મસળી માવો તૈયાર કરવો. છેલ્લે સાબુદાણા નાંખી, મોરિયાના લોટનું અટામણ હાથમાં લઈ બટાકાના માવામાંથી લૂઓ લઈ વાડકી આકાર કરી, તેમાં પૂરણ ભરી, બરાબર બંધ કરી, વડાં બનાવવા. તેલમાં વડાં બદામી રંગનાં તળી લેવાં. દહીંની કોઈ ચટણી સાથે પીરસવા.