સૂરણ નાં દહિંવડાં
  • 373 Views

સૂરણ નાં દહિંવડાં

Ingredients - સામગ્રી

  • સવા કિલો સૂરણ ખજુર ૬૦૦ ગ્રામ ૧૦નંગ આંબલી અથવા આંબોળીયા મીઠું પ્રમાંણસર તેલ તળવા માટે ૮ નંગ મરીનાં દાણા ૧ ચમચી શેકેલા જીરા નો ભૂકો ગોળ પ્રમાણસર એક કિલો દહીં કોથમીર ૧ ઝુડીઆદુ મરચા.

Method - રીત

સૂરણ ની છાલ ઉતારવી પછી વાંસણ માં પાણી લઈ સૂરણ ને ધોઈ નાખવું ત્યારબાદ કૂકરમાં સૂરણ ને બાફવા મૂકવું સૂરણ બરાબર બફાઈ જાય એટલે તેનો છુંદો કરીને તેમાં મીઠું આદુ મરચાં આખા મરી નાં દાણાં નાખીને પૂરણ તૈયાર કરવું

પછી એક કડાઈ માં ગેસ ઉપર તેલ ગરમ મૂકીને તેમાં વડાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા પછી દહીં વલોવીને તૈયાર કરવું. આંબલી- ખજુર ની ચટ્ણી જીરુ ગોળ નાખીં ને મીક્સરમાં તૈયાર કરવી

એક ડીશમાં વડાં ગોઠવી તેની ઉપર દહીં નાખવુ પછી તેની ઉપર મીઠા જીરા નો ભૂકો સમારેલી કોથમીર અને ગળી ચટણી તથા સંચળ નો ભૂકો ભભરાવી ને પીરસવું.(૬ વ્યક્તી માટે )