સૂરણની ખીચડી
  • 563 Views

સૂરણની ખીચડી

સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, છીણને નિચોવી, મીઠું અથવા સિંધવ ચોળી અંદર નાંખવું. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો ભૂકો કરી નાંખવો.

Ingredients - સામગ્રી

  • 1 કિલો સૂરણ
  • 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
  • 250 ગ્રામ શિંગદાણા
  • 1 ટેબલસ્પૂન તલ
  • 5 લીલાં મરચાં, કટકો અાદું
  • 1 ટેબલસ્પૂન ઘી
  • 1 લીંબુ
  • 100 ગ્રામ લીલા ધાણા
  • મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ - પ્રમાણસર

Method - રીત

સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, છીણને નિચોવી, મીઠું અથવા સિંધવ ચોળી અંદર નાંખવું. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો ભૂકો કરી નાંખવો. ખૂજ ધીમા તાપ ઉપર રાખી, ઉપર નાની થાળી ઢાંકી, તેમાં પાણી મૂકવું. જેથી વરાળથી બરાબર બફાય. સૂરણ નવું (અાસો મહિનાનું)ન હોય તો થોડું પાણી છાંટવું. બરાબર બફાય એટલે મરચું, તલ, વાટેલાં અાદું-મરચાં, તજ-લવિંગનો ભૂકો, ખાંડ અને એક ચમચો ઘી નાંખવા. બરાબર મિક્સ થઈ લોચા જેવું થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

નોંધ – સૂરણ નવું ન હોય તો સૂરણની છીણને વરાળથી બાફી પછી ખીચડી બનાવવી.