સ્ટફ્ડ સૂરણનાં વડાં
  • 293 Views

સ્ટફ્ડ સૂરણનાં વડાં

Method - રીત

500 ગ્રામ સૂરણને છોલી, ટકકા કરી, વરાળથી બાફવું. પછી તેનો છૂંદો કરી તેમાં મીઠું, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ અને 1 ચમચો આરાલોટ નાંખી મસળું. એક બાઉલમાં 50 ગ્રામ પનીર, 1 ચમચો શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચો કોપરાનું ખમણ, 1 ચમચો કાજુનો ભૂકો, થોડી દ્રાક્ષ, આદું-મરચાંની પેસ્ટ, લીલા ધાણા, તલ, મીઠું, ખાંડ, ધાણાજીરુ ગરમ મસાલોઅને લીંબુનો રસ નાંખી ફિલિંગ તૈયાર કરવું. સૂરણનો લૂઓ લઈ વાડકી આકાર કરી, તેમાં ફિલિંગ ભરી, વડાં બનાવવા. આરાલોટમાં રગદોળી, તેલમાં તળી લેવાં. લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.