કેબેજ સ્લાઈસ
 • 330 Views

કેબેજ સ્લાઈસ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ કોબીજ
 • 100 ગ્રામ ડુંગળી
 • 50 ગ્રામ ઘઉંનું થૂલું અથવા ઘઉંનો કરકરો લોટ
 • 250 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ રવો
 • 4 લીલાં મરચાં, કટકો અાદું
 • 5 કળી લસણ
 • 1 ટેબલસ્પૂન દહીં
 • 1 ટીસ્પૂન ખાંડ
 • 122 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, હળદર, તેલ, રાઈ, હિંગ
 • સુશોભન માટે –
 • 4 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 5 ટેબલસ્પૂન લીલી ચટણી
 • 1 ટીસ્પૂન લાલ મરચાંનો ભૂકો
 • ટોમેટો સોસ
 • લીલી ચટણી – લીલું લસણ, લીલા ધાણા, લીલાં મરચાં, આદું, થોડા સિંગદાણા, મીઠું અને ગોળ નાંખી, વાટી, 5 ચમચા લીલી ચટણી બનાવવી.

Method - રીત

કોબીજ અને ડુંગળીને છીણી, છીણ કરવું. તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, મીઠું, હળદર, વાટેલાં આદુ-મરચાં, વાટેલું લસણ, દહીં, ખાંડ, લીલા ધાણા, તલ અને તેલનું મોણ નાંખી, કણક તૈયાર કરવી. હાથે તેલ લગાડી, તેના જાડા બ્રેડ જેવા વીંટા (સ્લાઈસ કપાય તેવા લોફ) વાળી, કૂકરમાં વરાળથી બાફી લેવાં. ઠંડા પડે એટલે મોટા, પહોળા બેકિંગ બાઉલમાં તેલ લગાડી વીંટા ગોઠવી દેવા. તેના ઉપર લીલી ચટણી પાથરવી. તેમાં સ્લાઈસ માટે ક્પા પાડી, કોપરાનું ખમણ, તલ, ખસખસ પાથરી, લાલ મરચાંની ભૂકી છાંટવી. 4 ચમચા તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી, ચારે બાજુ ફરતો રેડી દેવો. ગરમ ઓવનમાં 350 ફે. તાપે 25 મિનિટ બેક કરવું. કડક અને બદામી રંગ થાય એટલે કાઢી, સ્લાઈસ કાપી લેવી. ટોમેટો સોસ સાથે સ્લાઈસ પીરસવી.