કેબેજ સલાડ
 • 540 Views

કેબેજ સલાડ

Ingredients - સામગ્રી

 • 1 નાની કોબી
 • 2 ગાજર
 • 2 પાકાં ટામેટાં
 • 1 કપ સલાડ ડ્રેસિંગ
 • 2 કેપ્સીકમ
 • 2 લીલી ડુંગળી
 • 1 સફરજન
 • 1 ટીસ્પૂન ખાંડ
 • સલાડનાં પાન, મીઠું, મરીનો પાઉડર,
 • લીંબુનો રસ, અખરોટના કટકા

Method - રીત

કોબીને બારીક સમારી, બરફના પાણીમાં રાખવી. કડક થાય એટલે પાણી નિતારી લેવું. ગાજરને છોલી વચ્ચેનો સફેદ-લીલો ભાગ ન અાવે તેમ છીણી લેવું. ટામેટાંના કટકા કરવા. બધુ ભેગું કરી, સલાડ ડ્રેસિંગ નાખવું. એક બાઉલમાં સલાડનાં પાન ગોઠવી, સલાડ મૂકી, ઉપર કેપ્સીકમની રિંગ, લીલી ડુંગળીની રિંગ, સફરજનની ચીરી (લીંબુનો રસ છાંટેલી) અને અખરોટથી સજાવટ કરી ફ્રિજમાં મૂકી, ઠંડું કરી પીરસવું.