કેપ્સીકમ સ્ટફ રિંગ્ઝ
 • 373 Views

કેપ્સીકમ સ્ટફ રિંગ્ઝ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ કેપ્સીકમ મરચાં (મોટા)
 • 100 ગ્રામ ગાજર (બારીક કટકા)
 • 200 ગ્રામ બટાકા (બાફેલા)
 • 30 ગ્રામ બ્રેડક્રમ્સ
 • 25 ગ્રામ પનીર
 • 2 નંગ ડુંગળી, 1 લીંબુ
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન આદું મરચાંની પેસ્ટ
 • 1ટીસ્પૂન લસણની પેસ્ટ
 • મીઠું, મરચું, ખાંડ, કોર્નફ્લોર પ્રમાણસર
 • સજાવટ માટે – લીલી ચટણી, ખજૂરની ગળી ચટણી, સેવ

Method - રીત

કેપ્સીકમના જાડા પૈતા (રિંગ્ઝ જેવા) કરવા. બાગીનો જે ભાગ રહે તેના બારીક કટકા કરવા.

એક તેપીલમાં તેલ મૂકી, તેમાં ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે ગાજરના કટકા, કેપ્સીકમના કટકા, મીઠું, આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખી થોડી વાર પછી હલાવી ઉતારી લેવું. એખ બાઉલમાં બટાકાનો માવો, ખમણેલું પનીર, બ્રેડક્રમ્સ, લીલા ધાણા, મીઠું મરચું, ચપટી ખાંડ, લીંબુનો રસ અને તૈયાર કરેલું મિશ્રણ નાંખી હલાવવું. પછી કેપ્સીકમની રિંગ (પૈતુ) હાથમાં લઈ તેમાં મિશ્રણ દાબીને ભરવું. બન્ને હથેળીથી બરાબર દબાવવું. જેથી મિશ્રણ નીકળી જાય નહિ, પછી રિંગને કોર્નફ્લોરમાં રગદોળવી. નોનસ્ટીક પેનમાં તેલ મૂક ગરમ થાય એટલે ચાર-પાંચ રિંગ્ઝ મૂકી, શેલો ફ્રાય કરવી. બન્ને બાજુ સરસ કડક થઈ જાય એઠલે કાઢી ઉફર લીલી ચટણી, ગળી ચટણી નાંખી, ચણાની સેવ ભભરાવી સજાવટ કરવી. આ રિંગ્ઝ પાતરાંનાં ભજિયા જેવી દેખાય છે.