કેપ્સીકમ પેટીસ
 • 167 Views

કેપ્સીકમ પેટીસ

Ingredients - સામગ્રી

 • સ્ટફિંગ માટે –
 • 250 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 50 ગ્રામ ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ખસખસ, 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન ગરમ મસાલો,
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 50 ગ્રામ વર્મિસેલીનો ભૂકો
 • (મેંદાની ઝીણી સેવ)
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, તેલ, હિંગ – પ્રમાણસર
 • 0 ગ્રામ બટાકા, 3 લીલાં મરચાં,
 • કટકો અાદુ, 50 ગ્રામ અારારુટ,
 • 100 ગ્રામ વર્મીસેલીનો ભૂકો, મીઠું, તેલ - પ્રમાણસર

Method - રીત

મરચાંને ધોઈ, બી કાઢી, સમારવાં, એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી મરચાં વઘારવા. સુવાળા થાય એટલે તેમાં ચણાનો લોટ અને મીઠું નાંખવું. ચણાનો લોટ શેકાય એટલે તલ, ખસખસ, કોપરાનું ખમણ, ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને વર્મિસેલીને થોડાં તેલમાં સાંતળી નાંખવી. પછી ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું અને વાટેલા અાદું-મરચાં નાંખવા. અારારુટનું અટામણ લઈ બટાકાના માવામાંથી લાંબી પૂરી બનાવવી. તેના ઉપર મરચાંનો મસાલો મૂકી, પૂરી બેવડી વાળવી. અાજુબાજુનો ભાગ ચપ્પુથી કાપી, ત્રિકોણ અાકાર કરવો. પછી મેંદાની સેવના ભૂકામાં રગદોળી, તવા ઉપર તેલ મૂકી પેટીસ તળી લેવી. સાથે કોઈપણ ચટણી દહીંની કરવી.