રાઈના ભૂકાને લીંબુના રસમાં ફીણી, તેમાં મીઠું નાંખી, બે કલાક ઢાંકીને રાખી મૂકવો. રાઈ ફૂલીને અથાઈ જશે.
મોટાં મરચાંને ધોઈ, કોરાં કરી, લાંબી, જાડી, કાતરી કરવી. એક વાસણમાં તેલ ગરમ મૂકી, સારું ગરમ થાય એટલે ઉતારી, તજ-લવિંગ-મરીનો ભૂકો નાંખવો. તેલ બરાબર ઠંડું થાય એટલે તેમાં મરચાંની કાતરી અને ફીણેલી રાઈ ભેળવી, અથાણું બરણીમાં ભરી લેવું. બરણીને બે-ત્રણ કલાક તડકામાં મૂકવી જેથી અથાણાંમાં રાઈ સારી રીતે મિક્સ થાય.
નોંધ – અા અથાણું તાજું જ સ્વાદિષ્ટ લાગે છે. 10 થી 15 દિવસ ટકી શકે છે. અથાણાંના શોખીન પણ વધુ તીખું ન ખાઈ શકે તેને માટે અા અથાણું અતિ ઉત્તમ છે.