કેપ્સીકમ – રવા વડાં
 • 501 Views

કેપ્સીકમ – રવા વડાં

Ingredients - સામગ્રી

 • વડાં માટે
 • 250 ગ્રામ રવો
 • 4 ટેબલસ્પૂન ખાટું દહીં
 • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 3 લીલાં મરચાં, કટકો આદું
 • મીઠું, તેલ, ચપટી સોડા, ખાંડ
 • ફિલિંગ માટે –
 • 250 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ખસખસ
 • ટેબલસ્પૂન કોપરાનું ખમણ,
 • 1 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણા-જીરુંનો પાઉડર, 1 લીંબુ
 • 1/4 ઝૂડી લીલા ધાણા

Method - રીત

રવામાં મીઠું, ખાંડ, ચપટી સોડા, ખાટું દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી, 4 કલાક આથી રાખવું. પછી તેમાં નાળિયેરનું ખમણ અને વાટેલાં આદું-મરચાં નાંખવા.

એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, મરચાંનાં બિયાં કાઢી, બારીક સમારી વઘારવા. તેમાં મીઠું, ખાંડ, તલ, ખસખસ, કોપરાનું ખમણ, શિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો અને ધાણા-જીરું નાંખી, ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

નાની છીછરી વાડકીને તેલ લગાડી, તેમાં થોડું રવાનાં ખીરું નાંખવું. પછી કેપ્સીકમ (મરચાં)નો માવો પાથરવો. તેના ફરી ખીરું નાંખી, ઢોકલાના સંચામાં અથવા કૂકરમાં વાડકીઓ ગોઠવી, વરાળથી બાફી લેવી. ફૂલી જાય એટલે કાઢી, ઠંડી પડે એટલે કિનાર ઉપર ચપ્પુ ફેરવી, ઉંધી પાડવી, જેથી રવાનાં વડાં આખાં નીકળશે. પછી તવા ઉપર તેલ મૂકી, વડાં તળી લેવા.