ગાજરનો હલવો
  • 587 Views

ગાજરનો હલવો

ગાજરને છોલી, તેના લાલ ભાગનું છીણ કરવું. ગાજરને ચારે બાજુથી છીણવાથી લાલ ભાગનું છીણ થશે અને વચ્ચે જે સફેદ ભાગ રહે તે કાઢી નાંખવો. પછી ખાંડ ચોળીને અડધો કલાક રાખી મૂકવું.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ગાજર
  • 100 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • ઘી, આઈસ્ક્રીમનો એસેન્સ

Method - રીત

ગાજરને છોલી, તેના લાલ ભાગનું છીણ કરવું. ગાજરને ચારે બાજુથી છીણવાથી લાલ ભાગનું છીણ થશે અને વચ્ચે જે સફેદ ભાગ રહે તે કાઢી નાંખવો. પછી ખાંડ ચોળીને અડધો કલાક રાખી મૂકવું. એક તપેલીમાં ઘી મૂકી ગરમ થાય એટલે ખાંડવાળું ગાજરનું છીણ નાંખી, ખૂબ ધીમા તાપે મૂકવું. છીણ બફાય એટલે માવો નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી, આઈસક્રીમનો એસેન્સ નાંખી, દૂધીના હલવા ઉપર ઠારી દેવો. ગાજરનો પ્રાકૃતિક રંગ સચવાઈ રહે છે એટલે રંગ નાંખવાની જરુર રહેતી નથી.