ગાજરનાં ખારિયાં
  • 365 Views

ગાજરનાં ખારિયાં

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ લાલ મોટાં ગાજર
  • 50 ગ્રામ ખાંડેલી રાઈ
  • 4 લીંબુ, મીઠું, હળદર, તેલ, થોડો ગોળ

Method - રીત

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ અને લીલો ભાગ કાઢી લાંબી ચીરીઓ કરવી. લીંબુનો રસ અને મીઠું નાંખી, સાત-આઠ કલાક આથી રાખવી. પછીથી તેને તડકામાં સાધારણ સૂકવવી. ઉપરનું પડ સુકાય એટલા જ સૂકવવા, વધારે નહિ, પછી દળેલી રાઈને થોડા પાણીમાં ખૂબ ફીણવી. સરસ ચઢે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ અને તલનું તેલ નાંખી, પીણી તેમાં ચીરીઓ રગદોળવી. બરણીમાં ભરી લેવી.

નોંધ – અા કારિયાં વધારે દિવસ રહી શકે નહિ પણ ગાજરનું પોષણમૂલ્ય વધારે હોવાથી શિયાળામાં બીજાં અથાણાનો વપરાશ ઓછો કરી, આવું અથાણું તાજું બનાવી ઉપયોગ કરવો.