ગાજરના લાડુ
  • 394 Views

ગાજરના લાડુ

ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી તેની પાતળી ચિપ્સ કરી, તાપમાં સૂકવી દેવી.

Ingredients - સામગ્રી

  • 1 કિલો ગાજર
  • 500 ગ્રામ દળેલી ખાંડ
  • 2 ટેબલસ્પૂન મિલ્ક પાઉઢર
  • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 ટીસ્પૂન એલચીનો પાઉડર
  • ઘી પ્રમાણસર

Method - રીત

ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી તેની પાતળી ચિપ્સ કરી, તાપમાં સૂકવી દેવી. સૂકાઈ જાય એટલે તેનો મિક્સરમાં ભૂકો કરવો. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ કરવું. તેમાં ગાજરનો ભૂકો સાંતળવો. પછી તેમાં ખસખસ અને કોપરાનું ખમણ નાખી, થોડી વાર રાખી નીચે ઉતારી લેવું. સાધારણ ઠંડું થાય એટલે તેમાં એલચીનો ભૂકો, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ અને ગરમ ઘી નાંખી લાડુ વાળવા.