ગાજરનાં મૂઠિયાં
 • 377 Views

ગાજરનાં મૂઠિયાં

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ ગાજર
 • 200 ગ્રામ મસૂરની દાળ
 • 200 ગ્રામ ચણાની દાળ
 • 1 લીંબુ
 • 1 લીલાં મરચાં
 • કટકો આદું
 • 2 ટેબલસ્પૂન તલ
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ, રાઈ, હિંગ, લીલા ધાણા

Method - રીત

ગાજરને છોલી, અંદરનો સફેદ ભાગ અને લીલો ભાગ કાઢી, છીણી લેવાં. ગાજરને ચારે બાજુથી ગોળ છીણવાથી એકલો ગાજરનો લાલ ભાગ છિણાશે અને વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો.મસૂરની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી લેવી. તેમાં ગાજરનું છીણ, મીઠું, મરચું, હળદર, ખાંડ, લીંબુનો રસ, વાટેલાં આદું-મરચાં, 1 ચમચો તલ અને તેલનું મોણ નાંખી, વીંટા વાળી, વરાળથી બાફી લેવાં. બફાઈ જાય એઠલે ઉતારી, ઠંડા પડ દેવાં, પછી તેના કટકા કરી, તેલમાં રાઈ, હિંગ, 1 ચમચો તલ અને લીલાં મરચાંના કટકા નાંખી, વઘારવાં, સાધારણ રતાશ પડતાં થાય એટલે કોપરાનું ખમણ અને ખસખસ નાંખી, ઉતારી લીલા ધાણા ભભરાવવા.