ગાજરનું અથાણું
  • 708 Views

ગાજરનું અથાણું

Ingredients - સામગ્રી

  • 1 કિલો ગાજર
  • 500 ગ્રામ લીંબુ
  • 100 ગ્રામ રાઈનો પાઉડર
  • 50 ગ્રામ વરિયાળી
  • 50 ગ્રામ આદું
  • 25 ગ્રામ લીલી હળદર
  • 2 ચમચા મરીનો મોટો ભૂકો
  • 2 ચમચો મરચાંની ભૂકી
  • 1 જીડવું લસણ, મીઠું, તેલ, હળદર

Method - રીત

ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક કાતરી કરવી. આદું અને હળદરને છોલી બારીક કતરી કરવી. વરિયાળીને અધકચરી ખાંડવી. લસણને ઝીણું વાટવું. એક થાળીમાં બધો મસાલો ભેગો કરી તેમાં મીઠું, હળદર, મરચું, મરીનો ભૂકો, રાઈનો ભૂકો, અને તેલ નાંખી, ગાજરની કાતરી, આદું અને હળદરની કાતરી રગદોળી દેવી. એક બરણીમાં અથાણું ભરી તેમાં લીંબુનો રસ નાંખી, ચમચાથી હલાવવું. બરણીનું મોઢું એક કપડાથી બાંધી બરણી તડકામાં મૂકવીં. એક બે દિવસ તડકામાં બરણી રાખવીં. એક વાર રોજ અથાણું હલાવું.