કેરટ પુડિંગ
  • 362 Views

કેરટ પુડિંગ

ગાજરને છોલી, ધોઈ, તેનો સફેદ અને લીલો ભાગ અાવે નહિ તેમ છીણવા, ચારે બાજુથી છીણવાથી લાલ ભાગ જ છિણાશે અને સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો. એક તપેલીમાં અડધો લિટર દૂધ ગરમ કરી

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ગાજર
  • 1, 1/2 લિટર દૂધ
  • 400 ગ્રામ ખાંડ
  • 1 પેકેટ રાસબરી કસ્ટર્ડ પાઉડર
  • 1/2 કપ ફ્રેશ ક્રીમ
  • 10 કોકોનટ કુકીઝ
  • ઘી, ગુલાબી રંગ, રાસબરી એસેન્સ, કાજુ,
  • ચીકુ, સંતરા, લીલી દ્રાક્ષ, રાયણ
  • અથવા કોઈપણ સીઝન ફ્રુટ્સ

Method - રીત

ગાજરને છોલી, ધોઈ, તેનો સફેદ અને લીલો ભાગ અાવે નહિ તેમ છીણવા, ચારે બાજુથી છીણવાથી લાલ ભાગ જ છિણાશે અને સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો. એક તપેલીમાં અડધો લિટર દૂધ ગરમ કરી, તેમાં ગાજરનું છીણ નાંખવું. છીણ બફાય એટલે ખાંડ અને થોડો ગુલાબી ખાવાનો રંગ નાંખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી રાસબરી એસેન્સ નાંખી ઠંડું કરવું.

થોડા ઠંડા દૂધમાં રાસબરી કસ્ટર્ડ પાઉડર મિક્સ કરવો. એક વાસણમાં બાકી રહેલું દૂધ ગરમ મૂકવું. પછી તેમાં ખાંડ અને કસ્ટર્ડવાળું દૂધ નાંખવું. બરાબર ઘટ્ટ થાય એટેલ ઉતારી લેવું.

કેસરોલ ડિશમાં ઘી લગાડી, કોકોનટ કુકીઝ ગોઠવવી. તેના ઉપર ગાજરનું લેયર કરવું. તેના ઉફર ક્રીમ અને કાજુની કાતરી ભભરાવવી. પછી તેના ઉપર કસ્ટર્ડનું લેયર કરવું. અામ ઉપરાઉપરી બધાં પડ કરવાં. ુપરનું લેયર કસ્ટર્ડનું અાવે તેમ ગોઠવવું. પછી સેટ થવા રેફ્રિજરેટરમાં મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે ચીકુના બારીક કટકા, લીલી દ્રાક્ષ, કેળાના કટકા અથવા કોઈપણ સસ્તાં સીઝન ફ્રુટ્સથી સજાવટ કરવી. પછી ફ્રિજમાં મૂકી, ઠંડું કરી પીરસવું.