કેરટ રેલિશ સલાડ
  • 459 Views

કેરટ રેલિશ સલાડ

Ingredients - સામગ્રી

  • 1 પેકેટ જેલી-ઓરેન્જ ફ્લેવરવાળી
  • 1/2 કપ ચીઝ
  • 1/2 ટીસ્પૂન લીંબુની છાલ
  • 1/2 કપ ઓરેન્જ જ્યુસ
  • 2 કપ ગાજરનું છીણ
  • 1 કપ સફરજનના કટકા, 2 સંતરા
  • 2 ટેબલસ્પૂન લેમન જ્યુસ
  • મીઠું, મરીનો ભૂકો, કાજુના કટકા

Method - રીત

એક કપ ગરમ પાણીમાં જેલી ક્રીસ્ટલ્સ નાંખી, બરાબર હલાવવું. ઓગળી જાય એટલે તેમાં મીઠું અને લીંબનો રસ નાંખવો. તેમાં ઓરેન્જ જ્યુસ અને લીંબુની છાલ નાંખી, રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે એક પ્લેટમાં અનમોલ્ડ કરી, ગાજરનાં પતીકાં, સંતરાની ચીરીઓ ખમણેલું ચીઝ અને કાજુના કટકાથી સજાવટ કરી, ફરી થોડી વાર ફ્રિજમાં મૂકી, પછી આપવું.