ગાજર સૂપ
  • 559 Views

ગાજર સૂપ

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ગાજર
  • 100 ગ્રામ બટાકા
  • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન તજનો પાઉડર
  • 1 કપ વ્હાઈટ સોસ
  • 1/2 કપ ક્રીમ
  • મીઠું, બ્રેડના તળેલા કટકા

Method - રીત

એક વાસણમાં 5 કપ પાણી મૂકી ઉકાળવું. ગાજરને છોલી, ધોઈ,વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરવા. બટાકા અને ડુંગળીને છોલી કટકા કરવા. ટામેટાના કટકા કરવા. પછી બધું પાણીમાં નાંખવું. બફાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે લિક્વિડાઈઝરમાં નાંખી, એકરસ કરી ગાળી લેવું. પછી ઉકળવા મૂકવું. તેમાં મીઠું, મરીનો ભૂકો, તજનો પાઉડર, વ્હાઈટ સોસ અને ક્રીમ નાંખી સૂપ ઉતારી લેવો. બ્રેડના તળેલા કટકા સાથે ગરમ સૂપ આપવો.