શિંગોડાનો અને મોરિયાનો લોટ ભેગો કરી, તેમાં 1 ચમચી ગરમ ઘી નાંખી, પાણીથી પાતળું ખીરું તૈયાર કરવું. પેણીમાં ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં ઝારા વડે બુંદી પાડવી. બદામી રંગની થાય એટલે કાઢી લેવી.
મોરૈયાને પાણીમાં એક કલાક પલાળી રાખવો. પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો. કોરો થાય એટલે એક તપેલીમાં 2 ચમચા ઘી મૂકી, એલચીના દાણાનો વઘાર કરી, મોરિયો સાંતળવો બદામી રંગ થાય એટલે કેસર નાંખેલું દૂધ નાંખવું.
એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે મોરિયાનો લોટ નાંખવો. સાધારણ જાડું થાય એટલે નાળિયેરનું ખમણ અને ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી, ક્રીમ અને રોઝ સિરપ નાંખી નાના નાના બાઉલમાં ફીરની ઠારી દેવી.