ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી સૂપ તૈયાર કરવો. બટાકાને છોલી, તેના અાડા બે કટકા કરવા. તેને ચપ્પુથી કોરી, બધો ગલ કાઢી લેવો. વટાણાને વાટવા. બટાકાનો જે માવો નીકળ્યો હોય તેની ઝીણી કટકી કરવી.
એક તપેલીમાં પાણી, મીઠું સોડા અને થોડું તેલ નાંખી, દૂધિયું બનાવી ગેસ ઉપર મૂકવું. ગરમ થાય એટલે તુવેરના લીલવા નાંખવા. લીલવા સાધારણ બફાય એટલે સૂરણના છીણને ધમાં સાંતળી નાંખવાં.
એક વાસણમાં પાણી ભરી ઉકાળવું. તેમાં મીઠું અને સૂડીથી એક મકાઈના બે કટકા કરી નાંખવા. દાણા બફય એટલે કાઢી, હાથથી અથવા છરીથી દાણા કાઢી લેવા. વટામાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવાં.
વટાણાને બાફવા. પનીરના ત્રિકોણ કટકા કરી ઘીમાં તળી લેવા. એક વાસણમાં તેલ મૂકી, તેમાં ડુંગળીનું બારીક કચુંબર સાંતળવું. પછી મસાલાની પેસ્ટ નાખવી સુંગધ અાવે એટલે વટાણા અને પનીરના કટકા નાખવા.
નાના બટાકાને છોલી, તેમાં બારીક કાણાં પાડી, તેલમાં તળી લેવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગનો વઘાર કરી, વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં 2 કપ પાણી નાંખવું. ઉકળે એટલે તેમાં તળેલા બટાકા મૂકવા.
સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરવો. સિંગદાણાને શેકી છોડાં કાઢી, ભૂકો કરવો. તલને શેકવા. પછી બધું ભેગું કરી મીઠું, હળદર અને જરુર હોય તો મરચું નાંખી,
એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું કચુંબર વઘારવું. સાધારણ બદામી થાય એટલે પરવળનાં ગોળ પાતળાં પૈતાં, મીઠું અને હળદર નાંખી, ખૂબ ધીમા તાપ ઉપર મૂકવું. 1 ચમચો પાણી નાંખવું.