દૂધને ઉકળવા મૂકવું. ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ખાંડ અને કેસરની ભૂકી (દૂધમાં ઘોળીને) નાખવી. બરાબર જાડું થાય એટલે ઉતારી લેવું.
એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું.
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો. પછી તેમાં ખાંડ નાંખવી. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે તેમાં નાળિયેરનું ખમણ, ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર નાંખી, મિક્સરમાં બીટ કરવું.
ચીકુનો ધોઈ, છોલી, માવો બનાવવો. એક વાસણમાં દૂધ અને મિલ્કમેડ ભેગા કરી ગરમ કરવું. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. થોડીવાર પછી ઉતારી લેવું. ઠંડું પડે એટલે માવો, ચીકુનો માવો અને ડ્રિંકિંગ ચોકલેટ નાખી, મિક્સરમાં એકરસ કરવું.
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું થાય એટલે મિલ્કમેડ, કેરીને છોલી તેના કટકા અને પીળો કલર નાખી મિસ્કરમાં એકરસ કરવું.
દૂધમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કસ્ટર્ડ પાઉડર નાંખી ઉકાળવું. જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં બે પાઈનેપલની સ્લાઈસના કટકા, ક્રીમ, યલો કલર અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું.
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી દૂધમાં નાખવો. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે નાળિયેરનું ખમણ, ક્રીમ અને ગુલકંદ અથવા રોઝ સીરપ નાંખી, મિક્સરમાં મિક્સ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ડીપ ફ્રીઝરમાં મૂકવું.
એક વાસણમાં દૂધમાં ખાંડ અને અંજીરના ઝીણા કટકા નાંખી ઉકળવા મૂકવું. અંજીરના કટકા નરમ થાય અને દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું થાય એટલે તેમાં મિલ્ક પાઉડર, ક્રીમ અને એસેન્સ નાખી મિક્સરમાં બીટ કરી લેવું.
એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવો. તેમાં ખાંડ નાખી જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે ચીકુને છોલી બારીક કટકા, ચોકલેટ પાઉડર, મિલ્ક પાઉડર, એલચી-જાયફળનો પાઉડર અને ક્રીમ નાખી, મિક્સરમાં બીટ કરવું.
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવું. તેમાં ખાંડ નાંખી, જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ, ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર અને એસેન્સ નાખી, મિક્સરમાં બીટ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં (ફ્રિઝરમાં) મૂકવું.
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં મિલ્ક પાઉઢર, 1 કેરીને છોલી કટકા, પીળો કલર, ક્રીમ અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું.