સૌપ્રથમ ધાણીને મિક્ષચરમાં ક્રશ કરીને સાઈડ પર રાખવી. ત્યારબાદ એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધ ઉકળવા આવે ત્યારે તેમાં ધાણી ક્રશ કરેલી નાંખવી ને દૂધ ઘટ્ટ થઈને મલાઈ થવા આવે ત્યારે ઉતારીને બાજુ પર રાખવું.
જામફળના ટુકડા સમારી તેને પાણીમાં બાફી લો. ઠંડા થવા દઇ મિક્સરમાં ક્રશ કરી લો. ખાંડમાં પાણી ઉમેરી તેની ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી હલાવીને ચાસણી ગાળી લો.