એક વાડકી સાબુદાણાને સાફ કરી, 6 વાડકી પાણીમાં રાત્રે પલાળી રાખવા. બીજે દિવસે તેમાં મીઠું નાંખી, તાપ ઉપર મૂકવું. સાબુદાણા બફાઈ જાય અને ઘટ્ટ થાય એટલે ઉતારી, તમાં ખાંડેલું જીરું અને થોડા તલ નાંખી,
એક વાસણમાં માખમ ગરમ કરી, તેમાં લસણની કટકી અને ડુંગળીનું કચુંબર વઘારવું. સાધારણ સાંતળી તેમાં ટામેટાના કટકા, મીઠું, મરચું, ખાંડ અને અજમો નાંખી, ઉકળે એટલે ઉતારી ઠંડુ પડે એટલે મીક્સીમાં વાટી ગાળી, સોસ બનાવવો.
મેંદો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું નાંખી ચાળવો. પછી કલૌંજી અને મરીનો ભૂકો નાંખી તેની કણક બાંધવી. તેમાંથી લૂઓ લઈ લાંબી પાતળી પૂરી વણવી. તેના ઉપર ઠરેલું ઘી વધારે પ્રમાણમાં લગાડવું.