મોટી પેણીમાં ઘી લગાડી 2, ½ લિટર દૂધ ઊકળવા મૂકવું. હલાવતી વખતે તવેતાથી અાજુબાજુ દૂધ લગાડતાં રહેવું અને અાજુબાજુ જે મલાઈ ચોંટે તે ઉખાડી લેવી. તાપ ધીમો રાખવો.
મગની દાળને ધીમા તાપે બદામ રંગની શેકવી. પછી તેને દળાવી લોટ કરવો. એક થાળીમાં ઘી અને ખાંડ ફીણવાં. પછી તેમાં થોડો થોડો લોટ નાંખી ફીણતાં જવું. બધો લોટ સમાઈ જાય એટલે એલચીનો ભૂકો નાંખી,
દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીંનો મસ્કો તૈયાર થાય એટલે કપડામાંથી કાઢી, વજન કરવું. જેટલો મસ્કો હોય તેટલી ખાંડ તેમાં નાંખવી.
તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી, તેમાં ખાંડ નાખી, તાપ ઉર મૂકવું અને હલાવતા રહેવું. તેમાં 1 ચમચો ઘી નાંખવું જેથી છાંટા ઓછા ઊડશે. ખાંડનું પાણી બળી જાય અને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું.
એક વાસણમાં ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, કોર્નફ્લોર અને ખાંડ બધું ભેગું કરી થોડું પાણી નાંખી મિક્સ કરવું. પછી તેમાં વધારે પાણી નાંખી, પાતળું કરી ધીમા તાપ ઉપર મૂકી સતત હલાવવું.
રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને દ્રાક્ષ નાંખવા. ઘટ્ટ થાય એટલે ખાંડ નાંખવી. ખાંડ મિક્સ થઈ જાય અને ઘી દેખાય એટલે એલચીનો ભૂકો અને ચારોળી નાંખી, ઉતારી લેવો.