કોલી ફ્લાવર-સીઝ સલાડ
 • 536 Views

કોલી ફ્લાવર-સીઝ સલાડ

Ingredients - સામગ્રી

 • 1/4 કપ સલાડ ઓઈલ
 • 1/8 સફેદ વિનેગર
 • 1 ટીસ્પૂન મીઠું, 5 કાજુ
 • 1 ટીસ્પૂન મરચાંનો પાઉડર
 • 3 કોલી ફ્લાવરનાં ફૂલ
 • 1/2 કપ મૂળાના કટકા, થોડાં પૈતા
 • 1/2 કપ લેટયૂસના ઉપરના
 • કટકા અને થોડાં પાન
 • 1/2 કપ ચીઝ (ખમણેલું)
 • 1 કેપ્સીકમ, 2 લીલી ડુંગળી
 • 1 ટેબલસ્પૂન ખાંડ

Method - રીત

સલાડ ઓઈલ, વિનેગર, મીઠું અને મરચું મિક્સ કરવા. તેમાં કોલીફ્લાવરના ફૂલના કટકા, મૂળાના કટકા, લેટયૂસના કટકા, વગેરે વેજિટેબલ્સ નાંખી, હલાવી, 30 મિનિટ રહેવા દેવું. પછી સલાડ ડિશમાં લેટ્યૂસનાં પાન મૂકી, તેના ઉપર સલાડ ભરી, ઉપર ખમણેલૂં ચીઝ, કેપ્સીકમની રિંગ, મૂળાનાં પૈતાં, ડુંગળીની રિંગ અને કાજુના કટકાથી ડેકોરેટ કરી, ફ્રિજમાં ઠંડું કરવું.